4 November, 2017
વેજ મંચુરિયન ( Veg. Manchurian)
Posted in : Indo-Chinease, VEGETABLES / CURRIES on by : gujjuadmin710 Tags: gathiya, Paneer, Shira, Veg., Veg. Manchurian, મંચુરિયન, વેજ, વેજીટેબલ્સ
Prep Time | 30 Minutes |
Cook Time | 1 Hours |
Passive Time | 30 Minutes |
Servings |
People
|
Ingredients
- 1 Cup બારીક સુધારેલું ફ્લાવર (Finely Chopped Cauliflower)
- 2 Cup બારીક સુધારેલી કોબીજ (Finely Chopped Cabbage)
- 1 Cup છીણેલું ગાજર (Gritted Carrots)
- 1 Cup બારીક સુધારેલું શિમલા મરચું ( Finely Chopped Capsicum)
- 2-3 બારીક સુધારેલા મરચાં ( Finely Chopped Chili peppers) As per your taste
- 1 Medium બારીક સુધારેલી ડુંગળી (Finely Chopped Onion)
- 5 Cloves લસણની કળી (medium Garlic Cloves)
- 2 Pinch મરી પાવડર (Black Papper)
- 7 tbsp કોર્નફ્લોર (Corn Flour)
- 2 Tsp સોયા સોસ (Soya Sauce)
- 2 Tsp ટોમેટો સોસ (Tomato Sauce)
- ચીલી સોસ સ્વાદ અનુસાર (Chili Sauce as per taste)
- 1 tsp વિનેગર
- 2 Pinch અજીનોમોટો ( MSG ) Optional
- 2 Tbsp કોથમીર બારીક સુધારેલી (finely Chopped Cilantro)
- 1 inch છીણેલું આદુ (Gritted Ginger)
- 1/2 Tsp ખાંડ (Sugar)
- તેલ (Oil) As per requirement
Ingredients
|
|
Instructions
- એક મોટા વાસણમાં પાણી લો અને સાથે તેને ઉકળતા પાણીમાં ફ્લાવર, કોબીજ, ગાજર અને શિમલા મરચાંને મિક્સ કરીને ઉકળવા દો.
- ધ્યાન રાખો કે શાક વધારે બફાઇ ન જાય. શાકને ઠંડા કર્યા બાદ તેનું પાણી મંચુરિયન સોસને માટે અલગ રાખી દો.
- પાંચ ચમચી કોર્નફ્લોરમાં થોડા બાફેલાં શાક, મરચાં, મરી પાવડર, સોયા સોસ, અજીનોમોટો, ધાણો અને મીઠું મિક્સ કરો અને તેને મિક્સ કરો. વધારે પાતળું ન કરો.
- થોડું મિક્સર લઇને તેના નાના બોલ્સ બનાવો.
- એક કડાઇમાં તેલ ગરમ કરો અને તેમાં મંચુરિયન બોલ્સને ફ્રાય કરો.
- મંચુરિયન સોસ બનાવવા માટે કડાઇમાં તેલ ગરમ કરો અને તેલમાં આદુ, મરચા. ડુંગળી, લસણ સાંતળો.
- હવે તેમાં સોયા સોસ, ટોમેટો સોસ મિક્સ કરો. એક વાટકીમાં બે ચમચી કોર્નફ્લોરને મિક્સ કરો અને સાથે તેમાં પાણી ભેળવો અને તેમાં ગટ્ઠા ન પડે તે રીતે ખીરું બનાવો,
- આ ખીરાને ડુંગળી, મરચાના મસાલામાં મિક્સ કરો અને ઉભરો આવે ત્યાં સુધી તેને ચડવા દો.
- તેમાં ચીલી સોસ, ખાંડ, વિનેગર અને અજીનોમોટો મિક્સ કરો. ધીમા ગેસ પર તેને 5 મિનિટ સુધી થવા દો.
- ત્યારબાદ તેમાં મંચુરિયન બોલ્સને મંચુરિયન સોસમાં મિક્સ કરો અને સાથે ગેસ બંધ કરી દો. વેજ મંચુરિયન તૈયાર છે.
- સ્નેક્સ કે ફ્રાઇડ રાઇસની સાથે ઉપયોગમાં લઇ શકાય છે.
Share this Recipe