HomeRecipeદાલ પકવાન (સિંધી)/ Sindhi Dal Pakvan / Dal Pakwan

દાલ પકવાન (સિંધી)/ Sindhi Dal Pakvan / Dal Pakwan

Posted in : FARSAN, Indo-Chinease, PUNJABI VEGETABLES, SNACKS, SOUP, VEGETABLES / CURRIES on by : gujjuadmin710 Tags: , , , , , , , , , , , , ,

Print Recipe
દાલ પકવાન (સિંધી)/ Sindhi Dal Pakvan / Dal Pakwan
Dal Pakwan
Prep Time 10 Mins
Cook Time 30 Mins
Passive Time 30 Mins
Servings
People
Ingredients
  • 1 Cup મેંદો (All Purpose Flour)
  • 1 Cup ચણા દાળ(Cheekpea Split whole)
  • 5 Pcs લીલાં મરચાં ( Green Chilli Whole)
  • મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
  • 1 TSP હળદર (Turmeric powder)
  • 1 Cup સોજી ( Soji)
  • 1 Tsp ઘી ( Ghee / Purified Butter)
  • 1/2 Tsp અડધી ચમચી તેલ વઘાર માટે/Peanut Oil Or Any Oil you prefer.
  • જરૂર મુજબ તેલ તળવા માટે (For Frying)
  • 1/2 Tsp અજમો (Carom Seeds)
  • 1 TSP જીરું (Cumin Seed)
  • 1 Pcs લાલ સૂકા મરચાં (Dry Chili whole)
Prep Time 10 Mins
Cook Time 30 Mins
Passive Time 30 Mins
Servings
People
Ingredients
  • 1 Cup મેંદો (All Purpose Flour)
  • 1 Cup ચણા દાળ(Cheekpea Split whole)
  • 5 Pcs લીલાં મરચાં ( Green Chilli Whole)
  • મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
  • 1 TSP હળદર (Turmeric powder)
  • 1 Cup સોજી ( Soji)
  • 1 Tsp ઘી ( Ghee / Purified Butter)
  • 1/2 Tsp અડધી ચમચી તેલ વઘાર માટે/Peanut Oil Or Any Oil you prefer.
  • જરૂર મુજબ તેલ તળવા માટે (For Frying)
  • 1/2 Tsp અજમો (Carom Seeds)
  • 1 TSP જીરું (Cumin Seed)
  • 1 Pcs લાલ સૂકા મરચાં (Dry Chili whole)
Dal Pakwan
Instructions
  1. સૌથી પહેલા તો ચણાની દાળને ધોઈને એક કલાક માટે પલાળી દો. દાળ એકદમ પલાળવાની નથી નખથી કપાઈ જાય એવી પલાળવાની છે.
  2. હવે એક કુકર લો તેમાં પલાળેલ દાળ લો, તેમાં લીલા મરચાં કટ કરીને ઉમેરો. વધુ તીખું પસંદ હોય તો તમે મરચાંને ચીરીને પછી મોટા ટુકડા પણ ઉમેરી શકો. આ સાથે હળદર અને સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરો. હવે એક કે બે સિટી વાગશે એટલે તમારી દાળ ચઢી જશે.
  3. હવે આપણે વઘાર કરવાની તૈયારી કરીશું. તેના માટે એક વાસણમાં એક ચમચી તેલ ઉમેરો. આ પછી તેલ ગરમ થાય એટલે જીરું અને સૂકું લાલ મરચું ઉમેરી વઘાર તૈયાર કરો.
  4. હવે વઘાર થઈ જાય એટલે બફાઈ ગયેલ દાળને પેનમાં કે જેમાં વઘાર કર્યો છે તેમાં ઉમેરો. હવે બધુ મિસક કરી લેવું અને બધા મસાલા ઉમેરી દેવા. હવે થોડીવાર દાળને ખદખદવા દેવી બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી દાળ રાખવાની છે.
  5. દાળ થઈ જાય એટલે તમે લીલા ધાણા સજાવીને ગાર્નિશ કરો. હવે તમને જણાવી દઈએ પકવાન બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસીપી.
  6. હવે પકવાન માટે પહેલા તો એક લોટ બાંધવાના વાસણમાં મેંદો અને સોજી લો અને બંને બરાબર મિક્સ કરી લો. હવે જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો. લોટ થોડો કઠણ આપણે રેગ્યુલર પૂરી બનાવવા માટે બાંધીએ એવો બાંધવાનો છે.
  7. હવે બાંધેલ લોટને થોડીવાર માટે ઢાંકીને સેટ થવા માટે મૂકી દો. થોડીવાર પછી લોટમાંથી નાના નાના લુવા બનાવી લો.
  8. હવે એક છીછરી કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. જો તમે કઢાઈમાં પકવાન તળશો તો તે એકદમ સીધા નહીં તળાય, તેના માટે તમારે પેન જેવા વાસણમાં તેલ મૂકવું પડશે.
  9. તેલ ગરમ થાય એટલે લોટના લુવામાંથી પૂરી જેવા પકવાન વણવા, પછી કાંટા ચમચીની મદદથી તેમાં છૂટા છૂટા કાણાં પાડવા. હવે એ પકવાનને એક એક કરીને તળી લો.
  10. હવે તે પકવાન થોડા ગોલ્ડન રંગના અને કડક થાય એટલે સુધી તળવાના છે. હવે તૈયાર છે તમારા દાલ પકવાન. તેને ગરમ ગરમ દાલમાં લીંબુ નિચોવીને અને સાથે ડુંગળી ખાવ. લીલા મરચાં પસંદ હોય તો તે પણ ખાઈ શકો છો.
Share this Recipe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Recipe is protected and you cannot copy it!!