એક મોટા વાસણમાં પાણી લો અને સાથે તેને ઉકળતા પાણીમાં ફ્લાવર, કોબીજ, ગાજર અને શિમલા મરચાંને મિક્સ કરીને ઉકળવા દો.
ધ્યાન રાખો કે શાક વધારે બફાઇ ન જાય. શાકને ઠંડા કર્યા બાદ તેનું પાણી મંચુરિયન સોસને માટે અલગ રાખી દો.
પાંચ ચમચી કોર્નફ્લોરમાં થોડા બાફેલાં શાક, મરચાં, મરી પાવડર, સોયા સોસ, અજીનોમોટો, ધાણો અને મીઠું મિક્સ કરો અને તેને મિક્સ કરો. વધારે પાતળું ન કરો.
થોડું મિક્સર લઇને તેના નાના બોલ્સ બનાવો.
એક કડાઇમાં તેલ ગરમ કરો અને તેમાં મંચુરિયન બોલ્સને ફ્રાય કરો.
મંચુરિયન સોસ બનાવવા માટે કડાઇમાં તેલ ગરમ કરો અને તેલમાં આદુ, મરચા. ડુંગળી, લસણ સાંતળો.
હવે તેમાં સોયા સોસ, ટોમેટો સોસ મિક્સ કરો. એક વાટકીમાં બે ચમચી કોર્નફ્લોરને મિક્સ કરો અને સાથે તેમાં પાણી ભેળવો અને તેમાં ગટ્ઠા ન પડે તે રીતે ખીરું બનાવો,
આ ખીરાને ડુંગળી, મરચાના મસાલામાં મિક્સ કરો અને ઉભરો આવે ત્યાં સુધી તેને ચડવા દો.
તેમાં ચીલી સોસ, ખાંડ, વિનેગર અને અજીનોમોટો મિક્સ કરો. ધીમા ગેસ પર તેને 5 મિનિટ સુધી થવા દો.
ત્યારબાદ તેમાં મંચુરિયન બોલ્સને મંચુરિયન સોસમાં મિક્સ કરો અને સાથે ગેસ બંધ કરી દો. વેજ મંચુરિયન તૈયાર છે.
સ્નેક્સ કે ફ્રાઇડ રાઇસની સાથે ઉપયોગમાં લઇ શકાય છે.