9 October, 2018
ખજુર બરફી (Khajur/Dates Barfi)


Prep Time | 30 Minutes |
Cook Time | 1 Hour |
Passive Time | 30 Minutes |
Servings |
People
|
Ingredients
- 500 Gram ખજુર (Pitted Dates)
- 150 Gram ખાંડ (Sugar)
- 300 Gram માવો ( Ricotta Chase)
- 2-3 TBSP ઘી ( Ghee / Purified Butter)
- 1 Cup દૂધ (milk)
- 1.5 TBSP બદામની કતરણ (Shredded Almond)
- 1.5 TBSP પિસ્તાની કતરણ (Shredded Pistachios)
Ingredients
|
![]() |
Instructions
- ખજૂરમાંથી બી કાઢી, તેને દૂધમાં બે કલાક પલાળી રાખવું.
- ખજૂરમાંથી દૂધ નિતારી, મિક્સરમાં તેની થોડી કરકરી પેસ્ટ બનાવવી.
- હવે એક પેનમાં ઘી ગરમ કરી, તેમાં ખજુરનો માવો નાખી 2-3 મિનિટ સાંતળવો.
- પછી તેમાં ખાંડ નાખી, મીડિયમ તાપે થોડીવાર હલાવતા રહેવું.
- ખાંડનું પાણી ઓગળે અને ખજુરનો માવો ઘટ્ટ થાય એટલે તેમાં બદામ-પિસ્તાંની કતરણ અને માવો છુટ્ટો કરીને નાખી, મિક્સ કરવું.
- કડાઈથી બરફી છુટ્ટી પડે એટલી ઘટ્ટ થાય એટલે ગેસ પરથી નીચે ઉતારી, થાળીમાં ઘી લગાડી બરફી ઠારી લેવી.
- તેના ઉપર બદામ–પિસ્તાંની કતરણ નાખવી. બરફી સાધારણ ઠંડી થાય એટલે કટકા કરવા.
Share this Recipe