ખજુર બરફી (Khajur/Dates Barfi)
ખજુર બરફી (Khajur/Dates Barfi)
Servings Prep Time
4People 30Minutes
Cook Time Passive Time
1Hour 30 Minutes
Servings Prep Time
4People 30Minutes
Cook Time Passive Time
1Hour 30 Minutes
Ingredients
  • 500Gram ખજુર (Pitted Dates)
  • 150Gram ખાંડ (Sugar)
  • 300Gram માવો ( Ricotta Chase)
  • 2-3TBSP ઘી ( Ghee / Purified Butter)
  • 1Cup દૂધ (milk)
  • 1.5TBSP બદામની કતરણ (Shredded Almond)
  • 1.5TBSP પિસ્તાની કતરણ (Shredded Pistachios)
Instructions
  1. ખજૂરમાંથી બી કાઢી, તેને દૂધમાં બે કલાક પલાળી રાખવું.
  2. ખજૂરમાંથી દૂધ નિતારી, મિક્સરમાં તેની થોડી કરકરી પેસ્ટ બનાવવી.
  3. હવે એક પેનમાં ઘી ગરમ કરી, તેમાં ખજુરનો માવો નાખી 2-3 મિનિટ સાંતળવો.
  4. પછી તેમાં ખાંડ નાખી, મીડિયમ તાપે થોડીવાર હલાવતા રહેવું.
  5. ખાંડનું પાણી ઓગળે અને ખજુરનો માવો ઘટ્ટ થાય એટલે તેમાં બદામ-પિસ્તાંની કતરણ અને માવો છુટ્ટો કરીને નાખી, મિક્સ કરવું.
  6. કડાઈથી બરફી છુટ્ટી પડે એટલી ઘટ્ટ થાય એટલે ગેસ પરથી નીચે ઉતારી, થાળીમાં ઘી લગાડી બરફી ઠારી લેવી.
  7. તેના ઉપર બદામ–પિસ્તાંની કતરણ નાખવી. બરફી સાધારણ ઠંડી થાય એટલે કટકા કરવા.