9 October, 2018
દૂધી બરફી (Dudhi Barfi)


Prep Time | 30 Minutes |
Cook Time | 1 Hour |
Passive Time | 30 Minutes |
Servings |
People
|
Ingredients
- 500 Gram દુધી (Chinese Okara)
- 300 Gram ખાંડ (Sugar)
- 300 Gram માવો ( Ricotta Chase)
- 2 TBSP ઘી ( Ghee / Purified Butter)
- 1 Liter દૂધ (milk)
- 1 TSP ઈલાયચી પાઉડર ( Grounded Cardamom)
- 1 TBSP બદામની કતરણ (Shredded Almond) For Decoration
- 1 TBSP પિસ્તાની કતરણ (Shredded Pistachios) For Decoration
Ingredients
|
![]() |
Instructions
- દૂધીને છોલી, અંદરનો બી વાળો ભાગ કાઢી, છીણી લેવી.
- એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં છીણ નાખી થીડી વાર સાંતળવું.
- પછી તેમાં દૂધ નાખી ધીમા તાપે રાખવું,
- દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાખવી.
- ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે લીલો કલર, ઈલાયચી પાઉડર અને ઘી નાખી સાંતળવું.
- બરાબર ઘટ્ટ અને જામે તેવું થાય એટલે માવાને છીણીને અંદર નાખી મિક્સ કરી, ધીમા તાપે થોડી વાર સાંતળવું.
- માવો બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં થોડી બદામ-પિસ્તાંની કતરણ નાખી મિક્સ કરી, થાળીમાં ઘી લગાડી બરફી ઠારી દેવી.
- ઉપર બદામ-પિસ્તાંની કતરણ લગાડવી. બરફી બરાબર જામે પછી કટકા કાપવા. (બદામ-પિસ્તાંની કતરણના બદલે ચાંદીની વરખ પણ લગાડી શકાય)
Share this Recipe