સૌપ્રથમ ધાણા, કાળું જીરું, લવિંગ, તજ પત્તા, નાની ઈલાયચી, મોટો એલચો, મેથી ને એકદમ ધીમા તાપે શેકી લો.ધીમા તાપે શેકાઈ ગયા બાદ એને ૫ મિનિટ માટે ઠંડુ પાડવા દો.
ત્યાર બાદ એક ચમચી તેલ લઇ ને સાદું જીરૂ, મીઠો લીમડો લઇ ને એક મિનિટ માટે સાંતળો અને એને પેલા ઠંડા થયેલો મસાલા માં ઉમેરી દો.
ત્યાર બાદ બાકી રહેલી બીજી બધી સામગ્રી લઈને ૧ મિનિટ સુધી અલગ થી શેકી લો. શેકાઈ ગયા બાદ બધીજ સામગ્રી મિક્સ કરી ને મિક્સરમાં એકદમ ઝીણું પીસી લો. પીસાઈ ગાયબ બાદ જો તમારે ચારણી થી મસાલો ચાળવો હોય તો ચાળી શકો છો. અને ના ચાળો તો પણ તમે એ મસાલો વાપરી શકો છે.
ગોડા મસાલો ( Goda Masala ) તૈયાર છે. જેનો ઉપયોગ તમે મિસળ પાવ, સેવ ઉસળ અને પૌવા ની રેસિપી માં ઉમેરીને સ્વાદ માં વધારો કરી શકો છે.