27 October, 2016
પૌંઆનો હાંડવો


Prep Time | 25 minutes |
Cook Time | 25 minutes |
Passive Time | 15 minutes |
Servings |
people
|
Ingredients
- 1 cup પૌંઆ( Poha or Flatten rice Puffs)
- 1/2 cup દહીં (Curd)
- 1 1/2 cup પાણી (Water)
- 1/2 cup ખમણેલી દૂધી (Grated bottle gourd)
- 1/2 cup ખમણેલું ગાજર (Grated Carrot)
- 1/4 cup બાફેલા લીલા વટાણા ( Boiled Green Peas)
- 1 tbsp આદું-મરચાંની પેસ્ટ ( Ginger-Chili Paste)
- 1 tsp સાકર (Sugar)
- 1/4 tsp હળદર (Turmeric)
- 1/4 tsp લાલ મરચું (Red Chili Powder (If you prefer less spicy then adjust according to your taste)
- 2 tsp તેલ (Oil) (You can use Olive oil or any oil you prefer)
- મીઠું (Salt) (As per your taste)
વઘાર માટે (Tadaka or Spicing)
- 1 tsp રાઈ (Mustard Seeds)
- 1 pinch હિંગ (asafoetida)
- 1 tbsp તેલ (Oil) (You can use Olive oil or any oil you prefer)
Ingredients
વઘાર માટે (Tadaka or Spicing)
|
![]() |
Instructions
- સૌ પ્રથમ દહીંમાં દોઢ કપ પાણી ઉમેરીને બરાબર વલોવી લો અને અલગ રાખો.
- પૌંઆને ધોઈને દહીંવાળા મિશ્રણમાં 20થી 25 મિનિટ માટે પલાળી રાખો.
- હવે પૌંઆમાં દૂધી, વટાણા, ગાજર તેમ જ વઘાર અને બે ચમચી તેલ સિવાયની બાકીની બધી સામગ્રી બરાબર મિક્સ કરો.
- એક પેનમાં તેલ ગરમ કરી એમાં રાઈ, તલ અને હિંગનો વઘાર કરો. આ વઘારને પૌંઆના મિશ્રણમાં બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને ચાર ભાગમાં ડિવાઇડ કરો.
- ત્યારબાદ એક નોન-સ્ટિક તવી ગરમ કરો. એમાં અડધી ચમચી તેલ ઉમેરીને બરાબર સ્પ્રેડ કરો.
- હવે પૌંઆના મિશ્રણનો એક ભાગ રેડીને ચાર ઇંચ જેટલી સાઇઝનો હાંડવો બનાવો. એને ઢાંકીને મધ્યમ તાપે બન્ને સાઇડથી સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો. એ જ રીતે બાકીના ત્રણ ભાગમાંથી પણ હાંડવો બનાવો. એને સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર ભભરાવીને સજાવો અને ગરમ પીરસો.
Share this Recipe