પૌંઆનો હાંડવો
Servings Prep Time
2people 25minutes
Cook Time Passive Time
25minutes 15minutes
Servings Prep Time
2people 25minutes
Cook Time Passive Time
25minutes 15minutes
Ingredients
  • 1cup પૌંઆ( Poha or Flatten rice Puffs)
  • 1/2 cup દહીં (Curd)
  • 1 1/2cup પાણી (Water)
  • 1/2cup ખમણેલી દૂધી (Grated bottle gourd)
  • 1/2 cup ખમણેલું ગાજર (Grated Carrot)
  • 1/4cup બાફેલા લીલા વટાણા ( Boiled Green Peas)
  • 1tbsp આદું-મરચાંની પેસ્ટ ( Ginger-Chili Paste)
  • 1tsp સાકર (Sugar)
  • 1/4tsp હળદર (Turmeric)
  • 1/4tsp લાલ મરચું (Red Chili Powder(If you prefer less spicy then adjust according to your taste)
  • 2tsp તેલ (Oil)(You can use Olive oil or any oil you prefer)
  • મીઠું (Salt)(As per your taste)
વઘાર માટે (Tadaka or Spicing)
  • 1tsp રાઈ (Mustard Seeds)
  • 1pinch હિંગ (asafoetida)
  • 1tbsp તેલ (Oil)(You can use Olive oil or any oil you prefer)
Instructions
  1. સૌ પ્રથમ દહીંમાં દોઢ કપ પાણી ઉમેરીને બરાબર વલોવી લો અને અલગ રાખો.
  2. પૌંઆને ધોઈને દહીંવાળા મિશ્રણમાં 20થી 25 મિનિટ માટે પલાળી રાખો.
  3. હવે પૌંઆમાં દૂધી, વટાણા, ગાજર તેમ જ વઘાર અને બે ચમચી તેલ સિવાયની બાકીની બધી સામગ્રી બરાબર મિક્સ કરો.
  4. એક પેનમાં તેલ ગરમ કરી એમાં રાઈ, તલ અને હિંગનો વઘાર કરો. આ વઘારને પૌંઆના મિશ્રણમાં બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને ચાર ભાગમાં ડિવાઇડ કરો.
  5. ત્યારબાદ એક નોન-સ્ટિક તવી ગરમ કરો. એમાં અડધી ચમચી તેલ ઉમેરીને બરાબર સ્પ્રેડ કરો.
  6. હવે પૌંઆના મિશ્રણનો એક ભાગ રેડીને ચાર ઇંચ જેટલી સાઇઝનો હાંડવો બનાવો. એને ઢાંકીને મધ્યમ તાપે બન્ને સાઇડથી સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો. એ જ રીતે બાકીના ત્રણ ભાગમાંથી પણ હાંડવો બનાવો. એને સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર ભભરાવીને સજાવો અને ગરમ પીરસો.
Recipe Notes

poha-handvo