1/2 Tspઅડધી ચમચી તેલ વઘાર માટે/Peanut Oil Or Any Oil you prefer.
જરૂર મુજબ તેલ તળવા માટે (For Frying)
1/2Tspઅજમો (Carom Seeds)
1 TSPજીરું (Cumin Seed)
1Pcsલાલ સૂકા મરચાં (Dry Chili whole)
Instructions
સૌથી પહેલા તો ચણાની દાળને ધોઈને એક કલાક માટે પલાળી દો. દાળ એકદમ પલાળવાની નથી નખથી કપાઈ જાય એવી પલાળવાની છે.
હવે એક કુકર લો તેમાં પલાળેલ દાળ લો, તેમાં લીલા મરચાં કટ કરીને ઉમેરો. વધુ તીખું પસંદ હોય તો તમે મરચાંને ચીરીને પછી મોટા ટુકડા પણ ઉમેરી શકો. આ સાથે હળદર અને સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરો. હવે એક કે બે સિટી વાગશે એટલે તમારી દાળ ચઢી જશે.
હવે આપણે વઘાર કરવાની તૈયારી કરીશું. તેના માટે એક વાસણમાં એક ચમચી તેલ ઉમેરો. આ પછી તેલ ગરમ થાય એટલે જીરું અને સૂકું લાલ મરચું ઉમેરી વઘાર તૈયાર કરો.
હવે વઘાર થઈ જાય એટલે બફાઈ ગયેલ દાળને પેનમાં કે જેમાં વઘાર કર્યો છે તેમાં ઉમેરો. હવે બધુ મિસક કરી લેવું અને બધા મસાલા ઉમેરી દેવા. હવે થોડીવાર દાળને ખદખદવા દેવી બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી દાળ રાખવાની છે.
દાળ થઈ જાય એટલે તમે લીલા ધાણા સજાવીને ગાર્નિશ કરો. હવે તમને જણાવી દઈએ પકવાન બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસીપી.
હવે પકવાન માટે પહેલા તો એક લોટ બાંધવાના વાસણમાં મેંદો અને સોજી લો અને બંને બરાબર મિક્સ કરી લો. હવે જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો. લોટ થોડો કઠણ આપણે રેગ્યુલર પૂરી બનાવવા માટે બાંધીએ એવો બાંધવાનો છે.
હવે બાંધેલ લોટને થોડીવાર માટે ઢાંકીને સેટ થવા માટે મૂકી દો. થોડીવાર પછી લોટમાંથી નાના નાના લુવા બનાવી લો.
હવે એક છીછરી કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. જો તમે કઢાઈમાં પકવાન તળશો તો તે એકદમ સીધા નહીં તળાય, તેના માટે તમારે પેન જેવા વાસણમાં તેલ મૂકવું પડશે.
તેલ ગરમ થાય એટલે લોટના લુવામાંથી પૂરી જેવા પકવાન વણવા, પછી કાંટા ચમચીની મદદથી તેમાં છૂટા છૂટા કાણાં પાડવા. હવે એ પકવાનને એક એક કરીને તળી લો.
હવે તે પકવાન થોડા ગોલ્ડન રંગના અને કડક થાય એટલે સુધી તળવાના છે. હવે તૈયાર છે તમારા દાલ પકવાન. તેને ગરમ ગરમ દાલમાં લીંબુ નિચોવીને અને સાથે ડુંગળી ખાવ. લીલા મરચાં પસંદ હોય તો તે પણ ખાઈ શકો છો.