HomeRecipeચાટ મસાલો / Chaat Masala Recipe

ચાટ મસાલો / Chaat Masala Recipe

Posted in : Uncategorized on by : gujjuadmin710 Tags: , , , , ,

Print Recipe
ચાટ મસાલો / Chaat Masala Recipe
બજાર માં મળતા ચટપટા નાસ્તા કરતી વખતે આપણે ઘણી વાત ઉપર થી ચાટ મસાલો ભભરાવતા હોયુ છે. અને એ મસાલો ઉમેર્યા બાદ નાસ્તા નો ટેસ્ટ કંઈક અલગ અને વધુ પડતો ચટાકેદાર બનતો હોય છે. અમુક વાચક મિત્રો ને તો ચાટ મસાલા નું નામ સાંભળતાજ મોમાં પાણી આવી ગયું હશે. તો ચાલો, વધુ રાહ જોવડાવ્યા વગર આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે બજાર જેવો તૈયાર ચાટ મસાલો ઘરે બનાવી શકા. આમતો બધા ચાટ મસાલા ચાટકીયા જીભને ગમી જાય એવો સ્વાદ ધરાવતા હોય છે અને તે ચાટ મસાલો આપણા રસોડામાં વપરાતા રોજના મસાલા વડે જ તૈયાર કરવામાં આવે છે. પણ ધ્યાન આપણે એ વાત નું રાખવાનું હોય છે કે કઈ રીતે મસાલાનું પ્રમાણ લઈને કઈ રીતે એનું મિશ્રણ કરવું. અમે તમને એક સરળ અને આદર્શ રીત થી જણાવીશુ, જેના વડે તમને સપ્રમાણ મિશ્રણ સ્વાદમાં મળી રહે. અને આમ તૈયાર થતો ચાટ મસાલો તમે લાંબો સમય સુધી રાખી શકો છો.
CHAT MASALA
Prep Time 2 Minutes
Cook Time 3 Mintues
Passive Time 10 Mintues
Servings
Ingredients
  • 100 Gram જીરૂ (Jira)
  • 100 Gram આખા સુક્કા ધાણા (Whole Corridner)
  • 10 Gram લાલ સુકા મરચા (Whole Dry Red Chile)
  • 50 Gram કાળા મરી (Whole Black Pepper)
  • 200 Gram સંચળ પાઉડર (Black Salt)
  • 200 Gram મીઠું (Salt)
  • 3-5 Pinch હિંગ (asafoetida)
  • 100 Gram આમચૂર (Dry Mango Powder)
Prep Time 2 Minutes
Cook Time 3 Mintues
Passive Time 10 Mintues
Servings
Ingredients
  • 100 Gram જીરૂ (Jira)
  • 100 Gram આખા સુક્કા ધાણા (Whole Corridner)
  • 10 Gram લાલ સુકા મરચા (Whole Dry Red Chile)
  • 50 Gram કાળા મરી (Whole Black Pepper)
  • 200 Gram સંચળ પાઉડર (Black Salt)
  • 200 Gram મીઠું (Salt)
  • 3-5 Pinch હિંગ (asafoetida)
  • 100 Gram આમચૂર (Dry Mango Powder)
CHAT MASALA
Instructions
  1. સૌ પહેલા સારી ગુણવત્તા વાળા ધાણા, જીરું અને કાળા મરી લઇ ને એને સારી રીતે સાફ કરી લો.
  2. ત્યાર બાદ એક પહોળા નોન સ્ટીક પેનમાં જીરું, ધાણા, કાલા મારી અને સુકા લાલ મરચા ને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સહેજ બ્રાઉન રંગ નું થાય ત્યાં સુધી શેકી લીધા બાદ તેને એક ડીશમાં કાઢી એને ઠંડું થવા માટે ૨ થી ૩ મિનિટ સુધી બાજુ પર રાખો.
  3. ઠંડુ પડી ગાયબ બાદ હવે એક મિક્સરની મદદ થઈ નાના જારમાં આ આ બધોજ મસાલા સાથે કાળા મરી મેળવી મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર બને એ રીતે તૈયાર કરો
  4. ત્યાર પછી આ પાવડરને બારીક ચારણી વડે ચાળીને ચારણીમાં બાકી રહેલા કરકરા મિશ્રણને બાજુ પર કાઢી લો.
  5. હવે આ પાવડરમાં બાકી રહેલી વસ્તુઓ જેવી કે આમચૂર, સંચળ, મીઠું, અને હીંગ મેળવી એક ચમચી વડે તેને ૧ થી ૨ મિનિટ સુધી સારી રીતે મિક્સ કરી લો.
  6. આ ચાટ મસાલાના પાવડરને હવાચુસ્ત કાચની બરણીમાં ભરી રૂમ રેફ્રીજરેટરમાં મૂકી રાખી . તાપમાનમાં રાખો અથવા તો તમે તમારા રૂમ તાપમાન માં તમારા કીચન કબાટ માં પણ મૂકી શકો છો. આ તૈયાર થયેલા ચાટ મસાલા ને તમે સલાડ, સેન્ડવીચ, ઢોકળા, સમોસા, કચોરી, પાણીપુરી કે અન્ય અવનવી ચટપટી વાનગીઓ પર ભભરાવીને એના સ્વાદમાં વધારો કરી શકો છો.
Share this Recipe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
error: Recipe is protected and you cannot copy it!!