27 November, 2019
કચ્છી દાબેલી (Kutchi Dabeli)
Posted in : FARSAN, SNACKS on by : gujjuadmin710 Tags: dabeli, dadam, Farsahan, Gujarati, Kutch
Prep Time | 20 minutes |
Cook Time | 40 minutes |
Passive Time | 10 minutes |
Servings |
Pices
|
Ingredients
- 400 Gram બાફેલા બટાકા (Boiled Potato)
- 1 medium size ઝીણી સમારેલી ડુંગળી ( Finely Chopped Onion)
- 12 pcs દાબેલીના બ્રેડ (Dinner Roll)
- 1 TBS દાબેલીનો મસાલો (Dabali Masala) available in Indian Grocery Store
- 3 TBS તેલ (Oil)
- 1 Cup ખજૂર-આમલીની ચટણી (Sweet Chutni)
- 1 TBS લસણ-લાલ મરચાંની ચટણી (Red Garlic Chutani)
- 1 CUP સીંગદાણા (પહેલા તળી લો અને બાદમાં તેના પર મસાલો લગાવો) (Masala Sing)
- 1/2 CUP દાડમના દાણા (Fresh Pomegranate Seeds)
- 200 Gram તીખી/મોળી ઝીણી સેવ (Sev) Available in Indian Grocery Store
- 1/2 CUP કોથમીર બારીક સુધારેલી (finely Chopped Cilantro)
- 1/2 TSP જીરૂ (Jira)
- 1 Pinch હિંગ (asafoetida)
Ingredients
|
|
Instructions
દાબેલી નું સ્ટફિંગ બનાવવાની રીત :
- એક કડાઈમાં જરૂરી તેલ લઇ અને ગરમ કરવા ગેસ પર મૂકો.
- તેમાં જીરૂ નાંખી અને શેકો, જીરૂ શેકાઈ જાય કે તરત હિંગ નાખો.
- તેમાં સ્વાદ અનુસાર દાબેલીનો મસાલો નાખો.
- બટેટા મેશ કરેલ (છૂંદો) નાંખી અને મિક્સ કરો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને ત્યારબાદ અડધો કપ પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરી થોડો સમય ચડવા દો.
- ત્યારબાદ ગેસ બંધ કરી અને પૂરણ /સ્ટફિંગ ને ગેસ પરથી ઉતારી લ્યો.
- તેમાં બે ચમચા ખજૂર – આમલીની ચટણી નાંખી અને સરખી રીતે મિક્સ કરો. બસ દાબેલી નું સ્ટફિંગ તૈયાર છે.
દાબેલી બનવા માટે
- સૌ પ્રથમ દાબેલી નું બન લઈ તેને છરીથી વચ્ચેથી કાપો મૂકી અને બે ભાગ કરવાના છે. બંને ભાગને બટર લગાડી અને તવા પર શેકી લો.
- પાઉંના નીચે તરફના ભાગમાં (બોટમ તરફના) ચટણી લગાડો અને તૈયાર કરેલ સ્ટફિંગ ઉપર મૂકી સ્પ્રેડ કરવું.
- તેના પર કાંદા (જીણા સમારેલા), મસાલા વાળા શિંગદાણા, લસણની ચટણી તથા ખજૂર-આમલીની ચટણી લગાડો અને તેની ઉપર દાડમ ના દાણા, કોથમીર અને ઉપર નાઈલોન સેવ મૂકો અને પાઉંના ઉપરના ભાગમા ચટણી લગાડી અને તે ઢાંકી ને બંધ કરો (કવર કરો)
- તેને ફરી તવા પર થોડું ગરમ કરી અને ગરમા ગરમ દાબેલી લીલી ચટણી – લસણની ચટણી – ટામેટા સોસ -કેચપ સાથે સર્વ કરો.
Recipe Notes
-
સ્ટફિંગ તૈયાર કરો ત્યારે તેમાં દાડમના દાણા પણ મિક્સ કરી શકાય છે, અને ઉપર ગાર્નિશમાં જ ફક્ત ઉપયોગ કરવા હોય તો તેમ પણ કરી શકાય છે.
-
આદુ -લીલા મરચાની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે. અથવા લીલા મરચાં પસંદ હોય તો તેણે બારીક સમારી સ્ટફિંગમાં ઉપયોગમાં લઇ શકાય છે.
Share this Recipe