તેમાં જીરૂ નાંખી અને શેકો, જીરૂ શેકાઈ જાય કે તરત હિંગ નાખો.
તેમાં સ્વાદ અનુસાર દાબેલીનો મસાલો નાખો.
બટેટા મેશ કરેલ (છૂંદો) નાંખી અને મિક્સ કરો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને ત્યારબાદ અડધો કપ પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરી થોડો સમય ચડવા દો.
ત્યારબાદ ગેસ બંધ કરી અને પૂરણ /સ્ટફિંગ ને ગેસ પરથી ઉતારી લ્યો.
તેમાં બે ચમચા ખજૂર – આમલીની ચટણી નાંખી અને સરખી રીતે મિક્સ કરો. બસ દાબેલી નું સ્ટફિંગ તૈયાર છે.
દાબેલી બનવા માટે
સૌ પ્રથમ દાબેલી નું બન લઈ તેને છરીથી વચ્ચેથી કાપો મૂકી અને બે ભાગ કરવાના છે. બંને ભાગને બટર લગાડી અને તવા પર શેકી લો.
પાઉંના નીચે તરફના ભાગમાં (બોટમ તરફના) ચટણી લગાડો અને તૈયાર કરેલ સ્ટફિંગ ઉપર મૂકી સ્પ્રેડ કરવું.
તેના પર કાંદા (જીણા સમારેલા), મસાલા વાળા શિંગદાણા, લસણની ચટણી તથા ખજૂર-આમલીની ચટણી લગાડો અને તેની ઉપર દાડમ ના દાણા, કોથમીર અને ઉપર નાઈલોન સેવ મૂકો અને પાઉંના ઉપરના ભાગમા ચટણી લગાડી અને તે ઢાંકી ને બંધ કરો (કવર કરો)
તેને ફરી તવા પર થોડું ગરમ કરી અને ગરમા ગરમ દાબેલી લીલી ચટણી – લસણની ચટણી – ટામેટા સોસ -કેચપ સાથે સર્વ કરો.
Recipe Notes
સ્ટફિંગ તૈયાર કરો ત્યારે તેમાં દાડમના દાણા પણ મિક્સ કરી શકાય છે, અને ઉપર ગાર્નિશમાં જ ફક્ત ઉપયોગ કરવા હોય તો તેમ પણ કરી શકાય છે.
આદુ -લીલા મરચાની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે. અથવા લીલા મરચાં પસંદ હોય તો તેણે બારીક સમારી સ્ટફિંગમાં ઉપયોગમાં લઇ શકાય છે.