6 December, 2016
અખરોટ ઘારી


Prep Time | 1 hour |
Cook Time | 2 hours |
Passive Time | 4-5 hours |
Servings |
PCS
|
Ingredients
- 2 cup અખરોટ (ફોલેલા) (Walnuts)
- 1 cup દૂધ (milk)
- 1 cup ખાંડ (Sugar)
- 1 Cup માવો ( Ricotta Chase)
- 5-6 tbsp મિલ્ક પાઉડર (Milk Powder)
- 1/4 tsp જાયફળ પાઉડર (grounded Nutmeg)
- 1/2 tsp ઈલાયચી પાઉડર ( Grounded Cardamom)
- 1 tsp દળેલી ખાંડ ( Powdered Sugar)
- 2 Cup મેંદો (All Purpose Flour)
- લોટ બાંધવા માટે દૂધ ( Luke warm milk to knit the dough)
- ઘી તળવા અને મોણ માટે, જરૂર પ્રમાણે (Purified Butter also known as Ghee As needed for frying and Dipping Gharies)
Ingredients
|
![]() |
Instructions
- એક કડાઈમાં ઘી ગરમ કરી, તેમાં અખરોટ નાખી 3થી 4 મિનિટ શેકવા. પછી 1 ટેબલસ્પૂન જેટલા અખરોટના ટુકડા સાઈડમાં રાખી, બાકીના અખરોટનો મિક્સરમાં ઝીણો ભૂકો કરવો.
- હવે એક કડાઈમાં દૂધ અને અખરોટનો ભૂકો મિક્સ કરી, ઊકળવા મુકવું. દૂધ બળીને ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, સાઈડમાં રાખવું.
- હવે એક પેનમાં ખાંડ અને થોડું પાણી મિક્સ કરી, બે તારની ચાસણી બનાવવી. પછી તેમાં અખરોટનો ભૂકો, માવો અને મિલ્ક પાઉડર નાખી, બરાબર મિક્સ કરવું. પછી તેમાં ઈલાયચી-જાયફળ પાઉડર નાખી, મિક્સ કરી, ગેસ પરથી ઉતારી પૂરણ ઠંડું કરવા મૂકવું.
- હવે મેંદાના લોટમાં ગરમ અડધો કપ ઘીનું મોણ નાખી, દૂધથી કઠણ લોટ બાંધવો. લોટને 2 કલાક ઢાંકીને મૂકી રાખવો. પછી લોટને બરાબર મસળીને સુવાળો બનાવવો.
- તેમાંથી નાની પૂરી બનાવી, તેમાં અખરોટનું પૂરણ ભરી, મોં બંધ કરી, હાથથી દાબીને ઘારી બનાવવી. પછી ધીમા તાપે ઘારીને ઘીમાં તળી લેવી.
- ઘારી ઠંડી થાય પછી ઘીમાં બોળી તેની ઉપર અખરોટના નાના ટુકડા મૂકવા.
Share this Recipe