લોટ બાંધવા માટે દૂધ( Luke warm milk to knit the dough)
ઘી તળવા અને મોણ માટે, જરૂર પ્રમાણે(Purified Butter also known as Ghee As needed for frying and Dipping Gharies)
Instructions
એક કડાઈમાં ઘી ગરમ કરી, તેમાં અખરોટ નાખી 3થી 4 મિનિટ શેકવા. પછી 1 ટેબલસ્પૂન જેટલા અખરોટના ટુકડા સાઈડમાં રાખી, બાકીના અખરોટનો મિક્સરમાં ઝીણો ભૂકો કરવો.
હવે એક કડાઈમાં દૂધ અને અખરોટનો ભૂકો મિક્સ કરી, ઊકળવા મુકવું. દૂધ બળીને ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, સાઈડમાં રાખવું.
હવે એક પેનમાં ખાંડ અને થોડું પાણી મિક્સ કરી, બે તારની ચાસણી બનાવવી. પછી તેમાં અખરોટનો ભૂકો, માવો અને મિલ્ક પાઉડર નાખી, બરાબર મિક્સ કરવું. પછી તેમાં ઈલાયચી-જાયફળ પાઉડર નાખી, મિક્સ કરી, ગેસ પરથી ઉતારી પૂરણ ઠંડું કરવા મૂકવું.