6 December, 2016
ટોમેટો ઉપમા


Prep Time | 10 minutes |
Cook Time | 20 minutes |
Passive Time | 10 minutes |
Servings |
people
|
Ingredients
- 1 cup સોજી ( Soji)
- 1/2 cup ટોમેટો પલ્પ (Tomato Pulp)
- 1/4 cup દહીં (Curd)
- 2 tbsp તેલ (Oil) Olive Oil Can be used
- 1/2 tsp રાઈ (Mustard Seeds)
- 1 tsp અડદની દાળ (Arad Ni Daal)
- 1 tbsp કાજુના ટુકડા ( Cashew bits)
- 2 to 3 pcs લીલાં મરચાં ( Green Chilli) finely chopped
- 10 to 12 pcs લીમડાના પાન ( Curry Leaves)
- 1 and 1/2 Cup પાણી (Water)
- 1 Medium Size ડુંગળી ઝીણી સમારેલી(Chopped Onion)
- મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
- કોથમીર ( Coriander Leaves) Finely chopped for Garnishing
Ingredients
|
![]() |
Instructions
- સૌ પ્રથમ એક પેનમાં તેલ મૂકી રાઈનો વઘાર કરો. તેમાં લીમડો, અડદની દાળ અને કાજુના ટુકડા અને લીલા મરચાં સાંતળો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
- સંતળાઈ જાય એટલે તેમાં સોજી નાખી તેને પણ આછી બદામી શેકી લો.
- હવે એક કપમાં ટોમેટો પલ્પ, દહીં, પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું લઇ બિટર વડે બીટ કરી લો. ત્યાર બાદ તેને શેકી રાખેલી સોજીમાં નાખી, પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
- પાણી બળી જાય એટલે તૈયાર ઉપમાને એક બાઉલમાં કાઢી બરાબર પ્રેસ કરી બીજી ડીશમાં અનમોલ્ડ કરી લો. ત્યાર બાદ તેને ઝીણી સમારેલી કોથમીર અને તળેલા કાજુ વડે ગાર્નિશ કરી નાળીયેરની ચટણી સાથે સર્વ કરો.
Share this Recipe