14 July, 2022
લસણ સિંગદાણાની સુકી ચટણી |Garlic Peanut Dry Chutney


Prep Time | 15 minutes |
Cook Time | 10 minutes |
Passive Time | 10 minutes |
Servings |
People
|
Ingredients
- 1 cup લસણ ની કળીઓ (Pilled Garlic Pods)
- 4 TSP લાલ કાશ્મીરી મરચું પાઉડર (Kashmiri Red Chili Powder)
- 3 TSP સીંગતેલ (Peanut Oil Or Any Oil you preffer)
- 2 TSP કોપરું છીણેલુ (Gritted Coconut)
- 12-15 Leaves મીઠો લીમડો (curry leaves)
- 1-2 inch તજ ટુકડો (Cinnamon Piece)
- મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
- 1/2 TSP હળદર (Turmeric)
- 3 TSP ધાણાજીરું પાઉડર (Cumin + Corridner Powder)
- 2 TSP વરિયાળી (Fennel Seeds)
- 1/2 CUP શીંગદાણા (Peanuts)
- 1/2 CUP દાળિયા (Roosted Chickpeas splits)
- 1-2 inch આદુ (Ginger)
- 1 TSP જીરુ (Cumin Seeds)
- 1 TSP તલ (Sesame Seed)
- 1 TSP સંચળ પાઉડર (Black Salt)
- 1 TSP મરી પાવડર (Black Papper)
- 5-6 PCS લવિંગ (Clove)
Ingredients
|
![]() |
Instructions
- સૌ પ્રથમ આપણે લીધેલા અડધો કપ શીંગદાણાને સહેજ શેકી લેવા. શેકાઈ ગયા બાદ એને એક વાસણમાં કાઢીને અલગ મુકો
- દાળિયાને પણ શેકી ને અલગ મૂકો
- ત્યારબાદ લસણની કળીઓને ધીમા ગેસ પર OIL માં સાંતળવી. એની સાથે સાથે વરિયાળી અને જીરું, મીઠો લીમડાને પણ એક સાથે સાતળી લો
- ત્યારબાદ ગેસ બંધ કરીને તજના ટુકડા ને પણ તવી ઉપર સહેજ શેકી લો.
- ત્યાર બાદ વસ્તુ ઠંડી પડે એટલે મિક્સર જારમાં લસણ સિવાયની બધીજ વસ્તુઓ ક્રશ કરી લો. આ બધી વસ્તુ એક થાળીમાં કાઢી લો.
- હવે લસણની કળીઓને પણ ક્રશ કરી લો. ક્રશ થઇ ગયા બાદ એને એક મોટા બાઉલમાં લઈ લસણની ક્રશ કરેલી કળીઓ અને બાકીનો બધો જ મસાલો ઉમેરવો.
- લાલ કાશ્મીરી મરચું પણ ઉમેરો.
- વઘારીયામાં ચાર ચમચી તેલ મૂકી એને ગરમ કરો. તેલ સહેજ ઠંડુ પડે એટલે આપણી મિશ્રણ કરેલી ચટણી ઉપર એ તેલ રેડો.
- તેલ રેડાઈ ગયા બાદ એ બધોજ મસાલો સરખી રીતે મિક્સ કરીલો.
- સરખી રીતે મિક્સ થઇ ગયા બાદ એ ચટણીને સરખી રીતે હલાવીને કાચની બરણીમાં ભરી લો. આ ચટણીને બહાર રાખી શકાય છે.
- આ ચટણીને છ મહિનાથી વધુ સમય માટે સ્ટોર હોય તો તેને ફ્રીઝમાં રાખવી.
Share this Recipe