22 September, 2017
કેસર પેંડા (Kesar penda)
Posted in : SWEETS on by : gujjuadmin710 Tags: gujju, kesar, mava, penda, Sweet
Prep Time | 30 mins |
Cook Time | 20 mins |
Passive Time | 1 hour |
Servings |
PCS
|
Ingredients
- 1 CUP દૂધ નો પાવડર (Milk Powder)
- 1/3 CUP દૂધ (milk)
- 1 Liter દૂધ (milk) (પનીર બનાવવા)
- 1/2 TSP વિનેગર
- 2 TBSP ઘી ( Ghee / Purified Butter) (અનસોલ્ટેડ બટર પણ વાપરી શકાય )
Ingredients
|
|
Instructions
- તપેલી માં ૧ લિટર દૂધ ગરમ કરવાં મૂકો. ઉભરો આવે પછી ગૅસ બંધ કરી ૨ મિનિટ પછી વિનેગર ઉમેરી મિક્સ કરો.
- દૂધ ફાટે એટલે કપડા થી ગાળી લો. ફરીથી ચોખ્ખુ પાણી રેડી પનીર ને સારી રીતે ધોઇ લેવું, જેથી પનીર માં બિલકુલ ખટાશ ના રહે. ફરી થી ગાળી ને દબાવી ને પાણી નિચોવી લો.
- ૧-૨ ચમચી દુધ માં કેસર મિક્સ કરી બાજુ માં રાખો.
- પેન માં ઘી, મિલ્ક પાવડર, પનીર અને મિલ્ક ઉમેરી બધું ઉમેરી મિડિયમ તાપે એકરસ થાય તે રીતે મિક્સ કરો.
- મિશ્રણ ઉકળવા લાગે પછી ખાંડ અને કેસર મિક્સ કરેલુ દૂધ ઉમેરી માવો તૈયાર થાય ત્યાં સુધી કુક કરો. મિશ્રણ ઠંડુ થયા પછી પેંડા વાળી શકાય તેવું થવા દેવું.(મિશ્રણ પેન છોડવા લાગશે)
- માવો પ્લેટ માં કાઢી ઠંડો કરવો. એકદમ સાધારણ ગરમ હોય ત્યારે તેમાં આઇસિંગ સુગર ઉમેરવી. બધું મિક્સ કરી પેંડા વાળવાં.
Recipe Notes
નોંધ :
- પનીર સોફ્ટ બનાવવું. વિનેગર ઉમેર્યા પછી દુધ ફાટે અને સોફ્ટ પનીર બને ત્યારે જ ગાળી લેવું. જો પનીર હાર્ડ બની જશે તો કુક કરતી વખતે એકરસ નહિં થાય.
- પેન માં ઘી, મિલ્ક પાવડર, પનીર ઉમેર્યા પછી લાગે કે પનીર વધારે પડતું દાણાદાર છે અને એકરસ નથી થતું, તો બીજા બાઉલ માં કાઢી લઇ હેન્ડ બ્લૅન્ડર થી સાધારણ કણકી દાર થાય તેટલું ક્રશ કરી પછી પાછુ પેન માં લઇ કુક કરવું.
- આઇસિંગ સુગર ના બદલે સાદી દળેલી ખાંડ પણ ઉમેરી શકાય છે, પણ આઇસિંગ સુગર નો ઉપયોગ કરવા થી પેંડા વધારે સારી રીતે વાળી શકાય છે. આઇસિંગ સુગર થી માવો ઢીલો નથી પડતો.
- આઇસિંગ સુગર મિક્સ કર્યા પછી માવો ઢીલો લાગે તો થોડી વાર ફ્રિઝ માં મૂકી પછી પેંડા વાળવા.
- પેંડા બીજા દિવસે વધારે સારી રીતે સેટ થઇ જશે.
- પનીર ફ્રેશ બનાવેલું જ લેવું.
- ૨૩-૨૪ પેંડા બનશે.
Share this Recipe