21 October, 2022
દહીંની ચટણી | Dahi chutney


Prep Time | 5 Mins |
Passive Time | 5 Mins |
Servings |
People
|
Ingredients
- 1 Cup મોળું દહીં (Plain Yougert)
- 1/2 Cup કોથમીર બારીક સુધારેલી (finely Chopped Cilantro)
- 4-5 Cloves લસણ (Garlic)
- 3-4 Pcs Green Chilli ( આખા મંરચા)
- 1/2 TSP જીરુ પાવડર (Cumin Seeds Powder)
- મીઠું સ્વાદનુસાર (Salt to Taste (
Ingredients
|
![]() |
Instructions
- તાજી અને સ્વચ્છ કોથમીરને લઈને એને સારી રીતે ધોઈ લેવી. ત્યારબાદ એ કોથમીરને એક મિક્ચર બાઉલમાં ઉમેરો
- એમાં લીલા મરચા, લસણની કળીઓ, અને બાકી વધેલ અન્ય સામગ્રીને પણ મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરો.
- હવે આ બધી સામગ્રીને સારી રીતે એક રસ થઇ જાય એ રીતે બરોબરપીસી લો.
- સામગ્રી સારીરીતે પીસાઈ ગયા બાદ એ પીસાઈ ગયેલ સામગ્રીને એક સ્વચ્છ મોટા બાઉલમાં કાઢી લો. અને એને ૫ મિનિટ બહાર એમજ રહેવાદો.
- આ સારી રીતે પીસાઈ ગયેલા મિશ્રણમાં દહીં ઉમેરો. અને તેને સારી રીતે હલાવીને બધું એક રસ થઇ જાય એમ મિક્સ કરી લો. હવે તેમાં તમારા સ્વાદ અનુસાર મીઠું નાખીને ફરીએક વાર મીઠું મિક્સ થઇ જાય એ રીતે હલાવી લો.
- આપણી દહીંની ચટણી તૈયાર છે અને એને થોડીવાર માટે ફ્રિજમાં મૂકી દો. આ ચટણીને તમે ફ્રિજમાં ૧ અઠવાડિયા સુધી સાચવી શકો છો
Recipe Notes
પરોઠા, સમોસા, ભજીયા, એ બીજી અન્ય સ્વાદિષ્ટ વાનગી બનાવી હોય ત્યારે તમે એ વાનગીને આ ચટણી સાથે સર્વ કરી શકો છો. નાના બાકળો થી લઈને મોટાઓને આ ચટણી ખુબજ ભાવશે
Share this Recipe