5 November, 2022
કોથમબીર વડી (મહારાષ્ટ્રની ફેમસ કોથમબીર વડી) / Kothambir Vadi
કોથમબીર વડી એ મહારાષ્ટ્રની એક ફેમસ વાનગી છે. આજકાલ બધાને જ આવું કાઈક અવનવું ખાવું ખૂબ પસંદ આવતું હોય છે. નાસ્તા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. આ વાનગી ઘણીરીતે બનાવી શકાય છે. ઘણા લોકો પહેલા આને વરાળમાં ચઢાવતા હોય છે અને પછી તેને તેલમાં તળતા હોય છે અથવા તો ઘણા લોકો ડાયરેક્ટ તળીને ખાતા હોય છે.
| Prep Time | 10 Minutes |
| Cook Time | 30 Minutes |
| Passive Time | 20 Minutes |
| Servings |
People
|
Ingredients
- 200 Gram બેસન ( Gram Flour)
- 50 Gram ચોખાનો લોટ (Rice Flour)
- 1 TSP લાલ મરચું (Red Chili Powder According to your taste
- 1/2 TSP અજમો (Carom Seeds)
- 1/2 TSP હળદર (Turmeric powder)
- 1 TSP તેલ (Oil)
- 1 TSP રાઈ (Mustard Seeds)
- 1 TSP જીરુ (Cumin Seeds)
- 1 TSP સફેદ તલ (White Sesame Seeds)
- 1 TSP આદું લસણની પેસ્ટ (Ginger Garlic Paste)
- 1 TSP લીલા મરચા પેસ્ટ (Green Chilli Paste) According to your taste (If you need spicy you can add more)
- 100 Gram શેકેલા શીંગદાણા (Peanuts) (Rosted)
- 100 Gram કટ કરેલ પાલક (chopped Spinech)
- 50 Gram લીલા ધાણા (Coriander Leaves)
Ingredients
|
|
Instructions
- સૌથી પહેલા એક મોટા વાસણમાં એક કપ બેસન, ચોખાનો લોટ, એક નાની ચમચી લાલ મરચું, અડધી નાની ચમચી હળદર પાવડર, એક નાની ચમચી અજમો અને મીઠું સ્વાદ મુજબ ઉમેરો. પહેલા આ બધી વસ્તુઓ બરાબર મિક્સ કરી લો. આ પછી તેમાં લગભગ દોઢ કપ પાણી ઉમેરી પાતળું બેટર તૈયાર કરો
- હવે ગેસ પર કઢાઈ મૂકો અને પછી તેમાં એક મોટી ચમચી તેલ ઉમેરી તેને ગરમ થવા દેવું.
- તેલ ગરમ થાય એટલે કઢાઈમાં રાઈ, એક નાની ચમચી જીરું અને એક નાની ચમચી તલ ઉમેરો. ધીમા ગેસે બધુ તતડવા દેવું.
- હવે તેમાં જીણું લસણ, આદું અને બે થી ત્રણ જીણા સમારેલા લીલા મરચાં ઉમેરો આ સાથે અધકચરી ક્રશ કરેલ શેકેલ મગફળી ઉમેરો. આ બધુ બરાબર 1 થી 2 મિનિટ શેકી લો આમ કરવાથી આદું અને લસણની કચાશ રહે નહીં..
- આદું લસણ ચઢી જાય પછી તેમાં જીણી સમારેલ પાલક અને સાથે થોડા લીલા ધાણા ઉમેરો અને બરાબર બધુ મિક્સ કરો. આ બધુ 2 થી 3 મિનિટ શેકાવા દેવું.
- હવે તેમાં બેસનનું જે બેટર બનાવીને રાખ્યું હતું તે એમાં ઉમેરો અને ધીમા તાપે બધુ બરાબર ચઢવા દેવું. વચ્ચે વચ્ચે બેટર હલાવતા રહેજો જેથી નીચેથી ચોંટી જાય નહીં
- પાણી બધુ બળી જાય અને અને બેટર કઠણ થઈ જાય ત્યાં સુધી આને શેકવાનું છે. આ પછી તેને એક પ્લેટ કે થાળીમાં સેટ કરો.
- પ્લેટ અથવા થાળીમાં પાથરતા પહેલા તેલ જરૂર લગાવો. આ પછી બરફી જેવું જામી જાય એવું કરવાનું છે.
- નોર્મલ ઠંડુ થાય એટલે તેને 8 થી 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકો અથવા તો 15 થી 20 મિનિટ માટે ફ્રીઝમાં મૂકો. આમ કરવાથી વડી સરસ સેટ થઈ જશે.
- હવે જ્યારે આ થાળીનું બેટર બરાબર સેટ થઈ જાય એટલે તેને તમારી પસંદ પ્રમાણે નાના મોટા પીસ કટ કરી લો.
- હવે આ વડીને ફ્રાય કરવા માટે એક કઢાઈમાં અથવા તો પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
- તેલ ગરમ થઈ જાય એટલે ગેસ મધ્યમ કરીને તેમાં આ વડીના પીસ તળવા માટે ઉમેરો. થોડી થોડીવારે પલટાવીને તેને સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો.
- તમારી કોથમબીર વડી તળીને તૈયાર થઈ ગઈ છે. આને તમે લીલી ચટણી, સોસ સાથે સર્વ કરી શકો છો.
Share this Recipe