અખરોટ ઘારી
Servings Prep Time
8PCS 1hour
Cook Time Passive Time
2hours 4-5 hours
Servings Prep Time
8PCS 1hour
Cook Time Passive Time
2hours 4-5 hours
Ingredients
  • 2 cup અખરોટ (ફોલેલા) (Walnuts)
  • 1cup દૂધ (milk)
  • 1cup ખાંડ (Sugar)
  • 1Cup માવો ( Ricotta Chase)
  • 5-6tbsp મિલ્ક પાઉડર (Milk Powder)
  • 1/4tsp જાયફળ પાઉડર (grounded Nutmeg)
  • 1/2 tsp ઈલાયચી પાઉડર ( Grounded Cardamom)
  • 1tsp દળેલી ખાંડ ( Powdered Sugar)
  • 2 Cup મેંદો (All Purpose Flour)
  • લોટ બાંધવા માટે દૂધ( Luke warm milk to knit the dough)
  • ઘી તળવા અને મોણ માટે, જરૂર પ્રમાણે(Purified Butter also known as Ghee As needed for frying and Dipping Gharies)
Instructions
  1. એક કડાઈમાં ઘી ગરમ કરી, તેમાં અખરોટ નાખી 3થી 4 મિનિટ શેકવા. પછી 1 ટેબલસ્પૂન જેટલા અખરોટના ટુકડા સાઈડમાં રાખી, બાકીના અખરોટનો મિક્સરમાં ઝીણો ભૂકો કરવો.
  2. હવે એક કડાઈમાં દૂધ અને અખરોટનો ભૂકો મિક્સ કરી, ઊકળવા મુકવું. દૂધ બળીને ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, સાઈડમાં રાખવું.
  3. હવે એક પેનમાં ખાંડ અને થોડું પાણી મિક્સ કરી, બે તારની ચાસણી બનાવવી. પછી તેમાં અખરોટનો ભૂકો, માવો અને મિલ્ક પાઉડર નાખી, બરાબર મિક્સ કરવું. પછી તેમાં ઈલાયચી-જાયફળ પાઉડર નાખી, મિક્સ કરી, ગેસ પરથી ઉતારી પૂરણ ઠંડું કરવા મૂકવું.
  4. હવે મેંદાના લોટમાં ગરમ અડધો કપ ઘીનું મોણ નાખી, દૂધથી કઠણ લોટ બાંધવો. લોટને 2 કલાક ઢાંકીને મૂકી રાખવો. પછી લોટને બરાબર મસળીને સુવાળો બનાવવો.
  5. તેમાંથી નાની પૂરી બનાવી, તેમાં અખરોટનું પૂરણ ભરી, મોં બંધ કરી, હાથથી દાબીને ઘારી બનાવવી. પછી ધીમા તાપે ઘારીને ઘીમાં તળી લેવી.
  6. ઘારી ઠંડી થાય પછી ઘીમાં બોળી તેની ઉપર અખરોટના નાના ટુકડા મૂકવા.