મઠડી/થોર (Mathadi) Thor
Servings Prep Time
10-15Pcs 30minuts
Cook Time Passive Time
30mintues 1hour
Servings Prep Time
10-15Pcs 30minuts
Cook Time Passive Time
30mintues 1hour
Ingredients
Instructions
ચાસણી બનાવવાની રીત:-
  1. 2 વાડકી સાકર લઈ તેમાં સાકર ડૂબે તેટલું પાણી મૂકવું. ધીમી આંચે ગરમ કરવા મૂકવું.
  2. જ્યારે પાણી ઉકળવા માંડે ત્યારે તેમાં 2 ચમચી દૂધ મૂકવું જેથી સાકરનો મેલ ઉપર તરી આવશે. આ મેલ કાઢી નાખવો અને ફરીથી ઉકાળવા દેવુ.
  3. એમાં ગમે તો કેસર નાખવું (વાટ્યા વગરનું જેથી તેનાં રેશા દેખાય અને સુગંધી પણ આવે).
  4. ચાસણી બે તારી એટલે કે પતાસુ બનવાની તૈયારીમાં હોય ત્યારે તેને બંધ કરી દેવી.
મઠડીની પુરી બનાવવાની રીત:-
  1. લોટ ભેગા કરી તેમાં તલ ઉમેરવા અને મુઠ્ઠી વળે તેટલા ઘીનું મોણ નાખવું અને દૂધથી પરોઠા જેવો લોટ બાંધવો.
  2. ત્યારબાદ નાના દસ્તાથી થોડો થોડો લોટ કૂટતા જવાનો
  3. જોઈએ તે પ્રમાણે નાની કાંતો મોટી જાડી પૂરી વણવી. તેની ઉપર ચપ્પુથી કાપા પાડવા જેથી ફૂલે નહીં.
  4. પૂરીને ધીમે તાપે ઘીમાં ગુલાબી થાય ત્યાં સુધી તળવી.
  5. બધી પૂરી તળાઈ જાય ત્યાર પછી ઉપરોક્ત ગરમ ચાસણીમાં એક એક પૂરી ડૂબાડતા જવાની અને પૂરી પર ચાસણી ચોંટે ત્યારે બહાર કાઢી અલગ અલગ ઠંડી પાડવી જેથી એકબીજાને ચોંટે નહી.