પૌંઆનો હાંડવો
Servings Prep Time
2people 25minutes
Cook Time Passive Time
25minutes 15minutes
Servings Prep Time
2people 25minutes
Cook Time Passive Time
25minutes 15minutes
Instructions
  1. સૌ પ્રથમ દહીંમાં દોઢ કપ પાણી ઉમેરીને બરાબર વલોવી લો અને અલગ રાખો.
  2. પૌંઆને ધોઈને દહીંવાળા મિશ્રણમાં 20થી 25 મિનિટ માટે પલાળી રાખો.
  3. હવે પૌંઆમાં દૂધી, વટાણા, ગાજર તેમ જ વઘાર અને બે ચમચી તેલ સિવાયની બાકીની બધી સામગ્રી બરાબર મિક્સ કરો.
  4. એક પેનમાં તેલ ગરમ કરી એમાં રાઈ, તલ અને હિંગનો વઘાર કરો. આ વઘારને પૌંઆના મિશ્રણમાં બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને ચાર ભાગમાં ડિવાઇડ કરો.
  5. ત્યારબાદ એક નોન-સ્ટિક તવી ગરમ કરો. એમાં અડધી ચમચી તેલ ઉમેરીને બરાબર સ્પ્રેડ કરો.
  6. હવે પૌંઆના મિશ્રણનો એક ભાગ રેડીને ચાર ઇંચ જેટલી સાઇઝનો હાંડવો બનાવો. એને ઢાંકીને મધ્યમ તાપે બન્ને સાઇડથી સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો. એ જ રીતે બાકીના ત્રણ ભાગમાંથી પણ હાંડવો બનાવો. એને સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર ભભરાવીને સજાવો અને ગરમ પીરસો.
Recipe Notes

poha-handvo